Connect Gujarat
ગુજરાત

અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું હતો આખો મામલો

અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાત જાણે એમ છે

X

અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાત જાણે એમ છે કે અમરેલી કોંગ્રેસના નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાતનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે એક નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપમાન જનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઈ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાય છે. હાલ કોંગ્રેસ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર તેમના નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરૂદ્ધ અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો હતો જેને લઈ અમરેલી જિલ્લા ભાજપમાં ભારોભર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગઈ કાલે અમરેલી જિલ્લા ભાજપે વિરજી ઠુમ્મરના પૂતળાંનું પણ દહન કર્યું હતું અને તેમના વિરુદ્ધ જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરેલી સીટી પોલીસમાં IPC 499, 500 અને 504 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.વીરજી ઠુમ્મર સામે પોલીસ ફરીયાદ નોંધાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

નિવેદનમાં તેઓએ પીએમ મોદી વિશે અપમાનજનક વાત કરી હતી નિવેદનમાં તેમણે કહ્યું કે, પીએમ મોદીને દેશનો નહીં પરંતુ અદાણી-અંબાણીનો દલાલ કહ્યા હતા. આ સિવાય તેમણે સ્મૃતિ ઈરાનીને લઈને પણ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા અવનવાર પીએમ મોદી વિરુદ્ધ આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે.

Next Story