ગુજરાતનીસ્કૂલોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણયપર રાજકારણ,કોંગ્રેસ અને આપે ભાજપ પર કર્યાપ્રહાર

ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે

New Update

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરા પ્રત્યે ગર્વ અને જોડાણ ની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાતી શાળાઓમાં ભગવદ ગીતાના પાઠ દાખલ કરવામાં આવશે

આ મામલે વિવાદ વકરી રહ્યો છે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજ્યમાં શિક્ષણમાં અરાજકતા છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવી આ મુદ્દો લાવવામાં આવ્યો છે કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે ભગવદ ગીતાનો મૂળભૂત સિદ્ધાંત છે અસત્ય પર સત્યનો વિજય. ભાજપે કમલમમાં આના પાઠનો અમલ કરવો જોઈએ કારણકે સૌથી વધારે જૂઠ કમલમ માંથી બહાર આવે છે

તો બીજીબાજુ રાજ્ય સરકારના આ નિર્ણયને આપ પાર્ટીએ આવકાર્યો છે તો સાથે પ્રહાર કરતા જણાવ્યું કે ભગવદ ગીતા સાથે ભગવાન રામનો પાઠ પણ દાખલ કરવામાં આવે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે આખા દેશમાં મનીષ સિસોદિયા શિક્ષણમાં અમુલ ક્રાંતિ કરી છે પણ ભાજપની કથની અને કરની માં ફેર છે

Latest Stories