/connect-gujarat/media/post_banners/870fafcaa36ee38ac0e79d91285edfc8135cd020ee718b8bd889e78057abaff6.jpg)
આજે તા. 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદર ખાતે INS સરદાર પટેલ તેમજ પોરબંદર જેટી ખાતે ગુજરાતના દરિયાઈ સીમાની રક્ષા કરતા INS વિનાશ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજે દેશભર ભારતીય નેવી દિવસ ઉજવાઇ રહ્યો છે, ત્યારે પોરબંદર જેટ્ટી ખાતે લાંગરેલા ભારતીય નેવીના જહાજ INS વિનાશ પર નેવી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. INS વિનાશ કેવી રીતે દરિયામાં સજ્જ બની દુશ્મનોના દાંત ખાટા કરવામાં માહિર છે, તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું હતું. INS વિનાશે 1971ના યુદ્ધમાં ભારતીય નેવીએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો હતો અને વળતો જવાબ આપવા માટે ભારતીય સેનાએ ઓપરેશન ટ્રાઇડેન્ટ લોન્ચ કર્યું હતું. જેમાં દુશ્મનો સામે INS વિનાશે જીત મેળવી હતી. નેવીના જહાજો અને ડોનીયર પ્લેન 24 કલાક દરિયાઈ સીમા પર બાજ નજર રાખતા હોય છે, અને દુશ્મનોને ઘૂસણખોરી, દાણચોરી તેમજ અન્ય દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવા સજ્જ રહેતા જોવા મળે છે. ભારતીય સીમાની રક્ષા કરતા ભારતીય નૌકાદળના જહાજ INS વિનાશ પર આ નેવી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત નૌકાદળના ફ્લેગ કમાન્ડિંગ અધિકારી સમીર સક્સેના, કોમોડોર નીતિન બિશનોઈ, ગુજરાત નેવલ ઓફિસર ઇન્ચાર્જ, અધિકારી રવિકાન્ત શુકલા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.