પોરબંદર : ભારત અને પશ્ચિમ ભારત વચ્ચેની સાંસ્કૃતિક કડી સમાન માધવપુરના સાંસ્કૃતિક મેળાની તૈયારીઓને ઓપ...

ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડ ખાતે તા. 6 એપ્રિલ-2025થી સાંસ્કૃતિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભારત અને પશ્ચિમ ભારત વચ્ચેની સાંસ્કૃતિક કડી સમાન મેળો

  • માધવપુર ઘેડ ખાતે તા. 6થી 10 એપ્રિલ-2025 સુધી આયોજન

  • માધવપુર ઘેડ ખાતે સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું

  • દર વર્ષે યોજાતા મેળાનો વ્યાપ વધારવા વહીવટી તંત્ર કામે લાગ્યું

  • તંત્ર દ્વારા સાંસ્કૃતિક મેળાની તૈયારીઓને આપવામાં આવતો ઓપ

Advertisment

ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડ ખાતે તા. 6 એપ્રિલ-2025થી સાંસ્કૃતિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે યોજાતા આ મેળાનો આ વર્ષે વ્યાપ વધારવામાં આવ્યો છેત્યારે વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મેળાની તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતના દરિયાકાંઠે પોરબંદર જિલ્લામાં આવેલું પૌરાણિક ગામ માધવપુર ઈતિહાસ અને પૌરાણિક કથાઓનો વારસો સાચવીને બેઠું છે. એવું કહેવાય છે કેઅહીં ભગવાન શ્રીકૃષ્ણ અને ઉત્તર-પૂર્વના રાજ્ય અરૂણાચલ પ્રદેશના રાણી રૂકમણીના વિવાહ થયા હતા. જેના સ્મરણરૂપે અહીં દર વર્ષે માધવપુર ખાતે સાંસ્કૃતિક મેળો યોજાય છે. આ મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત વચ્ચેની સાંસ્કૃતિક કડી સમાન છે.

આ વર્ષે પણ તા. 6 એપ્રિલથી 10 એપ્રિલ-2025 દરમિયાન માધવપુર ખાતે સાંસ્કૃતિક કડી સમાન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ભાગ લેવા સંખ્યાબંધ કલાકારો માધવપુર પહોંચી રહ્યા છે. એટલું જ નહીંગુજરાતના વિવિધ શહેરોમાં તેમના પર્ફોર્મન્સ પણ યોજાઈ રહ્યા છે.

પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ પણ આ આયોજનને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી છે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત માધવપુર મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત વચ્ચે સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે. આ મેળો ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. મેળાનો મુળ ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધ કળા વારસાનો આદાન-પ્રદાનનો પણ છે.

Advertisment