/connect-gujarat/media/post_banners/45cd6bbc59e4909340b316b66638b23bd39bf9cb68080a3507dccc11a3ff8d27.jpg)
આદિવાસી પછાત વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે.
આદિવાસી પછાત વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ઓડ ગામની 16 વર્ષીય જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે. ગરીબ પરિવારની મધી રાઠવા વડોદરામાં અંધ કન્યા શાળા હોસ્ટેલમાં રહીને ધોરણ 8માં અભ્યાસ કરે છે. મહત્વની વાત એ છે કે, મધી રાઠવા પ્રથમ વખત જ ભાલાફેંક સ્પર્ધામાં ભાગ લઈ શહેર કક્ષાથી રાજ્યકક્ષા સુધીના સ્પર્ધકોને હરાવી નેશનલ સુધી પહોંચી હતી. તાજેતરમાં દિલ્હીના થયાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડમાં મધી રાઠવાએ દેશભરમાંથી આવેલી અન્ય 25 સ્પર્ધકોને હરાવીને ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં, મધી રાઠવાએ લોંગ જમ્પમાં પણ ભાગ લીધો હતો. અને તેમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જોકે, નાનપણમાં જ માતાની છત્રછાયા ગુમાવનાર મધી રાઠવા પિતા અને દાદી સાથે જ રહે છે.