વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

author-image
By Connect Gujarat Desk
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને ત્યાર બાદ PM મોદીએ કચ્છમાં સરહદ પર ફરજ બજાવતા સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાતમાં કચ્છની સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.તેઓએ આ પ્રસંગે જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.તેમણે પોસ્ટ કરી હતી કેતમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.પ્રકાશના પવિત્ર તહેવાર પર હું દરેકને સ્વસ્થસુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે તેવી પોસ્ટ કરીને પ્રાર્થના કરી હતી.

Read the Next Article

ભાવનગર : પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર,આદપુરમાં વરસાદી પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા ગ્રામજનોને હાલાકી

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

New Update
  • પાલીતાણામાં વરસ્યો મુશળધાર વરસાદ

  • ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

  • આદપુરમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાયા

  • રસ્તો ગુમ થતા તંત્ર સામે ગ્રામજનોનો રોષ"

  • કોઝવેની વારંવારની રજૂઆત પણ પરિણામ શૂન્ય

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. અને ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.કાલ સાંજથી રાત સુધી પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે ડુંગરિયાઓ માંથી વહેતા પાણી રસ્તા પર દોઢ ફૂટ સુધી ભરાઈ ગયા છે.જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.ગ્રામજનોનું કહેવું છે કે તળાવ અને રસ્તાની ઊંચાઈના સ્તરની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ લગાવી રહ્યા છે. 

આદપુરના લોકો વર્ષોથી કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છેછતાં તંત્ર આજદિન સુધી તેઓની રજૂઆતને કાને નથી ધરી રહ્યું,અને હવે ફરી એકવાર વરસાદી પાણીના ભરાવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનો રોષે ભરાયેલા છે અને તંત્રની જવાબદારીના કામ સામે આક્રોશિત છે.