New Update
/connect-gujarat/media/post_banners/dc809fdd1f778d828293e78dd21cba72e18442111649b57d2c8196bf2bc5d4b5.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે.
PM મોદીએ ભરૂચ ખાતે સવારે 11 વાગ્યે 8000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ પછી તેઓ અમદાવાદ પહોંચશે અને મોદી બપોરે 3.15 કલાકે શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ વડાપ્રધાન જામનગર જશે. અહીં તેઓ સાંજે 5.30 કલાકે 1460 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
Latest Stories