વડાપ્રધાન આજથી ત્રણ દિવસ વતનમાં: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિકાસના વિવિધ કાર્યોના કરશે લોકાર્પણ-ખાતમુર્હુત

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે.

વડાપ્રધાન આજથી ત્રણ દિવસ વતનમાં: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિકાસના વિવિધ કાર્યોના કરશે લોકાર્પણ-ખાતમુર્હુત
New Update

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે.

આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમો છે. આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ મોઢેરા જવા માટે રવાના થવાના છે જ્યાં મોઢેરાને પ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરવામાં આવશે. જે બાદ મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ખુલ્લો મૂકશે અને રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે.સોમવારે પ્રધાનમંત્રી મોદી આમોદ તથા અડાલજમાં બે સભાઓને ગજવશે અને સાંજે જામનગરમાં પણ સંબોધન કરી ત્યાં જ રાત્રિરોકાણ કરશે. મંગળવારે જયેશ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢ લાખથી પણ વધુ લોકો આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તે બાદ અમદાવાદ સિવિલનો એક કાર્યક્રમ પતાવી પ્રધાનમંત્રી મોદી મધ્ય પ્રદેશ જવા રવાના થશે.

#Gujarat #India #Connect Gujarat #BeyondJustNews #Narendra Modi #South Gujarat #Gujarat visit #Khatmurhut
Here are a few more articles:
Read the Next Article