સુરેન્દ્રનગર : ઇઝરાયલ બારાહી ખારેકની પ્રાકૃતિક ખેતી થકી બમણી આવક મેળવતા ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતો…

ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગી છે...

New Update
  • અર્ધ સુક્કા વિસ્તારમાં ઇઝરાયલ બારાહી ખારેકની પ્રાકૃતિક ખેતી

  • ખારેકની ખેતી કરી આવક મેળવતા ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતો

  • બેંગલોરચેન્નાઇહૈદરાબાદમુંબઈકલકત્તા જેવા શહેરોમાં નિકાસ

  • બાગાયત ખેતીથી ઓછા ખર્ચ ખૂબ જ સારું ઉત્પાદન : ધરતીપુત્ર

  • અન્ય ખેડૂતોને પણ ગાય આધારિત ખેતી અપનાવવાનો અનુરોધ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામના પ્રગતિશીલ ખેડૂતો ઇઝરાયલ બારાહી ખારેકનું વાવેતર કરી સારી આવક મેળવવા સાથે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખેતી ક્ષેત્રનું પ્રદાન અગત્યનું છે. દેશમાં નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનોખાતરપિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત છે. જેને ધ્યાને લઈ આ ખેડૂતોની આવક વધે અને કૃષિ વધુ વળતરદાયી બને તે માટે સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ લઇ આજે ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે. ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગી છે.

જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધ સુક્કા વિસ્તારની છેતેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે ફળપાકનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. જિલ્લામાં મુખ્યત્વે લીંબુદાડમજામફળબોર જેવા ફળપાકોનું વાવેતર થાય છે. પરંતુ આજે જિલ્લાના ખેડૂતો ખારેકનું પણ વાવેતર કરતા થયા છે.

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામના ખેડૂત સુભાષ પટેલ તેમજ ધ્રાંગધ્રાના ઘનશ્યામ પટેલે ખારેકની ખેતી કરીને સારી કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. જોકેખારેકની ખેતી વિશે માહિતી આપતા ખેડૂત સુભાષ પટેલ પહેલા કપાસજીરું જેવા પાકની ખેતી કરતા હતા જેમાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો અને ઉત્પાદન ઓછું થતું તેમજ પૂરતા ભાવ મળતા નહોતા અને કોઈક વાર પાકમાં રોગ આવવાની શક્યતા વધુ રહેતી હોવાનું જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેબાગાયત ખાતાના અધિકારી દ્વારા ખારેકની ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં 300 જેટલા ખારેકના છોડ જેની કિંમત રૂપિયા 3750 જેટલી હતી. જેમાં સરકાર દ્વારા એક છોડ પર 1250ની સબસિડી આપવામાં આવી હતી. ત્યારબાદ ખારેકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન કરવામાં આવ્યું છેત્યારે હાલ કુલ 62 વીઘામાં 550 જેટલા ખારેકના રોપા લહેરાય રહ્યા છે. ગત વર્ષે ખેડૂતોએ 17થી 18 ટન ઉત્પાદન મેળવ્યું હતું. જે આ વખતે અંદાજિત 30 ટન જેટલું થવાની શક્યતા છે. ગત વર્ષે ભાવ પ્રતિ કિલો 40થી 45 રહ્યો હતો. જે આ વખતે પ્રતિ કિલો 70થી 80 રૂપિયા મળી રહ્યો છે.

ખેડૂત ઘનશ્યામ પટેલએ અંદાજે 100 વીઘા જેટલી જમીનમાં 350 ઇઝરાયેલ ખારેકના રોપાનું વાવેતર કર્યું છેતેમને પણ સારું એવું ઉત્પાદન મળ્યું છે. દરેક ખેડૂત મિત્રોને અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કેખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવવી જોઈએ. જેથી લોકોને ઝેરમુક્ત ખોરાક અને સારૂ સ્વાસ્થ્ય મળી રહે છે.

જોકેખારેકના ઉત્પાદન અને વેચાણ વિશે માહિતી આપતાં ખેડૂતોને પ્લાન્ટ દીઠ આશરે 100થી 125 કિ.ગ્રા. ખારેકનું ઉત્પાદન થાય છે. ખારેકનુ ઉત્પાદન કરતા ખેડૂતો રાજ્યના અન્ય જીલ્લા તેમજ રાજ્ય બહાર બેંગલોરચેન્નાઇહૈદરાબાદમુંબઈકલકત્તા જેવા શહેરોમાં મોકલી વેચાણ કરે છે. બાગાયત અધિકારી દ્વારા જણાવ્યા અનુસારસુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો તરીકે ખેડૂતો ખારેકદાડમનું વાવેતર કરી રહ્યા છે. સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાય રહ્યા છે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસીડી યોજનાઓનો લાભ લઇ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું હતું.

Latest Stories