રાજ્યનું પ્રથમ ડિજિટલ ગામ બન્યું સાબરકાંઠાનું પુંસરી ગામ, કે જે મેટ્રો સિટીને પણ મારે છે ટક્કર..!

જિલ્લાનું એક એવું ગામ કે, જે મેટ્રો સિટીને પણ ટક્કર મારે છે. રાજ્યના પ્રથમ ડિજિટલ ગામ સાથેની સુવિધા જોશો તો તમને પણ પુંસરી ગામના રહેવા જવાનું મન થશે

રાજ્યનું પ્રથમ ડિજિટલ ગામ બન્યું સાબરકાંઠાનું પુંસરી ગામ, કે જે મેટ્રો સિટીને પણ મારે છે ટક્કર..!
New Update

સાબરકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે, જે મેટ્રો સિટીને પણ ટક્કર મારે છે. રાજ્યના પ્રથમ ડિજિટલ ગામ સાથેની સુવિધા જોશો તો તમને પણ પુંસરી ગામના રહેવા જવાનું મન થશે. તો જુઓ શું છે ગામની ખાસિયત, અને કેમ બન્યું છે આ ગામ ગુજરાતના અન્ય ગામો માટે રોલ મોડલ.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલું પુંસરી ગામ ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ છે. આ ગામમાં તમામ સુવિધાઓ જેમ કે, રોડ-રસ્તા, સીસીટીવી, સાફ-સફાઈ માટેના વર્કર્સ, દૂધ ડેરી સુધી પહોંચવા માટે બસની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં આવેલી સરકારી શાળા પણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. પુંસરી ગામને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકેનો એવોર્ડ પણ એનાયત થયો છે. પુંસરી ગામ જેને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકે પણ માનવામાં આવે છે.

પુંસરી ગામ ગુજરાત માટે રોલ મોડલ બન્યું છે, જ્યારે વિકાસની વાત આવે ત્યારે આપણને સારા રસ્તા ગટર લાઈન અને રહીશોને અન્ય સુવિધા મળવી જોઈએ જેવી બાબતો સૌપ્રથમ યાદ આવે, ત્યારે પુંસરી ગામ સાબરકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. આ ગામમાં અન્ય કોઈપણ ગામ કરતા સૌથી વધુ અને અનોખી સુવિધાઓ ઉપલબ્ધ છે.

પુંસરી ગામના સરપંચનું કહેવું છે કે, જ્યારે વર્ષ 2006માં તેઓ ગામના સરપંચ બન્યા, ત્યારે ગામમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હતી. પરંતુ તેમની વિવાદ વાળી જમીન વેચ્યા બાદ તેમાંથી જે મૂડી આવી તેનાથી તેમણે સરપંચ તરીકે તે રૂપિયાને ગામના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું, અને એ પછી શરૂ થઈ પુંસરી ગામના વિકાસની ગાથા. આ ગામ CCTV કેમેરાથી સજ્જ છે. પુંસરી ગામમાં ઠેકઠેકાણે 35 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે.

પુંસરી ગામમાં લાગેલા CCTV કેમેરા થકી પંચાયતમાંથી ગામમાં બનતી દરેક ઘટના ઉપર નજર રાખી શકાય છે, ગામની સફાઈ માટે વિશેષ કાળજી પંચાયત દ્વારા ગામમાં સફાઈકર્મીઓ નીમવામાં આવ્યા છે. જેઓ દરરોજ સવારે ગામના દરેક રસ્તા અને ગલીમાં પડેલો કચરો એકઠો કરી ગામને સ્વચ્છ અને સુઘડ ટકાવી રાખવામાં પોતાનો ફાળો આપી રહ્યા છે. તો ગ્રામજનોમાં પણ સરપંચના પ્રયત્નોથી એટલી શિસ્ત આવી ગઈ છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે.

તો બીજી તરફ, વિદ્યાર્થીઓને શાળાએ તેમજ પશુપાલકોને દૂધ મંડળી જવા-આવવા સાથે જ ગ્રામજનો માટે બસની સુવિધા પણ પુંસરી ગામમાં આપવામાં આવી છે. તો અહીની શાળાના દરેક વર્ગમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. જેનું એક્સેસ દરેક વિદ્યાર્થીના વાલીને સ્માર્ટ ફોનમાં આપવામાં આવ્યું છે. જેથી વાલી ઘરે બેઠા પણ પોતાનું સંતાન શાળામાં શું પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેના પર નજર રાખી શકે છે. પુંસરી ગામને રાષ્ટ્રપતિ અને રાજ્યકક્ષાના સ્વચ્છતા તથા ડિજિટલ ગામ માટેના એવોર્ડ પણ મળી ચૂક્યા છે, અને આજે પણ પુંસરીના ગ્રામજનો તથા સરપંચ દ્વારા નવી નવી પહેલ તથા ગામના ભલા માટે અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #development #Punsari village #First DigitalVillage #metro city
Here are a few more articles:
Read the Next Article