New Update
/connect-gujarat/media/post_banners/d36eaa9e77b6036a2ee7605dc95b4bb0b4f3dee96710e87ca74c5d8c0f228a55.webp)
ભારત જોડો યાત્રા 2.0 ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા-૨ પોરબંદરથી શરૂ થશે. આગામી સમયે અધિકૃત કાર્યક્રમની જાહેરાત દિલ્લીથી કરવામાં આવશે. જો કે, સિદ્ધાર્થ પટેલની જાહેરાત બાદ શક્તિસિંહે ગોહિલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, યાત્રા અંગેનો આખરી નિર્ણય દિલ્લીથી પાર્ટી દ્વારા કરાશે.
તો બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો ગત સપ્ટેમ્બરમાં શરૂ થયો હતો જેમાં 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. 130 દિવસ પછી આ યાત્રા કાશ્મીરમાં સમાપ્ત થઇ હતી. ભારત જોડો યાત્રાને લોકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો.
Latest Stories