રાજ્યમાં 14 જુલાઈ સુધી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

New Update
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી
14 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
અમરેલી-સુરતમાં વરસ્યો વરસાદ
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
45 કી.મી.ની ઝડપે ફૂંકાય શકે છે પવન
 
હવામાન વિભાગે 14 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તે મુજબ આજરોજ અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગે 14 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે, જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાંક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આજે અને અતિભારે વરસાદની શક્યતા છે. 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.

#Rainfall #વરસાદી સિઝન #ભારે વરસાદ #સાર્વત્રિક વરસાદ #Gujarat RainFall Forecast
Here are a few more articles:
Read the Next Article