વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી; હજુ ચાર દિવસ રાજ્યભરમાં થશે મેઘમહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર 26 ઓગષ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે.

New Update
વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી; હજુ ચાર દિવસ રાજ્યભરમાં થશે મેઘમહેર

હવામાંના વિભાગ દ્વારા રાજ્યમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 26 ઓગષ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે.

રાજ્યભરમાં 26 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. તો 24-25-26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે. હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 41.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. અહીં 50.72 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં 37.87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

જોકે રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો કુલ 207 જળાશયોમાં 47.75 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતનો એક અને સૌરાષ્ટ્રના 2 જળાશયો 100 ટકા ભરાયેલા છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ વરસ્યો છે.

Latest Stories