રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
સંઘપ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે મરાઠા સેવા સંઘ અને પોદ્દાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટ ગાર્ડના જવાનોને હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે, તહેવારોના સમયે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે. પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર સતત તૈનાત રહેતા જવાનો તહેવારો સમયે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. આથી આ મહિલા મંડળ દ્વારા દેશની સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોના હાથે રાખડી બાંધી તેઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરી હતી.