Connect Gujarat
ગુજરાત

પોષકતત્વોનું ‘પાવર હાઉસ’ એટલે વંથલીના રાવણા, જેની દિલ્હી સુધી છે ડિમાન્ડ, જાણો તેના ફાયદા

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં રાવણાની બીજા જિલ્લા અને રાજ્યોમાં ખૂબ જ માંગ છે. ગુણવત્તાસભર રાવણાની માંડ દેશની રાજધાની સુધી રહેલી છે.

પોષકતત્વોનું ‘પાવર હાઉસ’ એટલે વંથલીના રાવણા, જેની દિલ્હી સુધી છે ડિમાન્ડ, જાણો તેના ફાયદા
X

જૂનાગઢની દેશી ભાષામાં કહેવાતા રાવણા બીજા પ્રદેશમાં કાળા જાંબુ અથવા મોટા જાંબુ તરીકે ઓળખાય છે. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં રાવણાની બીજા જિલ્લા અને રાજ્યોમાં ખૂબ જ માંગ છે. ગુણવત્તાસભર રાવણાની માંડ દેશની રાજધાની સુધી રહેલી છે.

· અનેક પોષક તત્વોથી ભરપૂર છે આ રાવણા:-

આ રાવણા એવું ફળ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે આપણાં શરીર માટે ઘણું ફાયદાકારક પણ છે. તેથી તેને બ્લેક પ્લમ અથવા ભારતીય બ્લેકબેરી પણ કહેવામાં આવે છે. આ ફળમાં ઘણા બધા આયુર્વેદિક ગુણ રહેલા છે. રાવણાને પોષક તત્વોનું 'પાવર હાઉસ' કહેવામાં આવે છે, કારણ કે તેમાં વિટામિન A, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં હોય છે.આ રાવણાંનો ગર્ભ, છાલ અને ઠળિયા ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપચારી ફળ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

· રાવણાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી:-

લોકો રાવણાં ખાઈને બીજ ફેંકી દેતા હોય છે, પરંતુ રાવણાનાં બીજથી પણ અનેક ફાયદા થાય છે. રાવણાંનાં બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી નીવડે છે. તેના માટે તમે રાવણાંનાં બીજને સૂકવીને તેનો પાવડર બનાવી દરરોજ સવારે એક ચમચી નવશેકા પાણી સાથે આ પાઉડર લેવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત પથરી હોય તો રાવણાંના બીજનું ચૂર્ણ ફાયદારૂપ માનવામાં આવે છે.

· અનેક રોગોનો ઈલાજ છે રાવણા:-

આ રાવણા અનેક રોગોનો ઈલાજ છે પથરી , પાચનશક્તિ , સ્કીન , પેઢા તથા દાંતનો દુખાવો , ડાયાબિટીસ સહિતના અનેક રોગોનો ઈલાજ આ રાવણાની છાલ, તેનો ગર્ભ તથા તેના ઠળિયા દ્વારા થાય છે.

Next Story