Connect Gujarat
ગુજરાત

વાંચો, 15મી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત થાય તે પહેલાં જ શંકર ચૌધરીએ કેમ આપ્યું ભાજપમાંથી રાજીનામું..!

થરાદના ધારાસભ્ય બન્યાના 11માં દિવસે શંકર ચૌધરી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચીને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું સોંપ્યું હતું.

વાંચો, 15મી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત થાય તે પહેલાં જ શંકર ચૌધરીએ કેમ આપ્યું ભાજપમાંથી રાજીનામું..!
X

બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય બન્યાના 11માં દિવસે શંકર ચૌધરી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચીને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું સોંપ્યું હતું. 15મી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત થાય તે પહેલાં ભાજપ તરફથી શંકર ચૌધરી અને જેઠા ભરવાડ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યા. ભાજપના ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં બન્ને ધારાસભ્યોએ વિધાસભા સચિવ ને ફોર્મ ભરીને દાવેદારી કરી, ત્યારે બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામું આપવું પડતું હોય છે.

ભાજપે ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ વિધાનસભા ગૃહના અધ્યક્ષની મહત્વની જવાબદારી શંકર ચૌધરીના શિરે મુકવામાં આવી છે. સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષ બનવું એ રાજકીય નિવૃતિ તરફનું પગલું હોવાનું રાજકીય પંડિતો માને છે. પણ ભાજપે વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા બાદ મંત્રી પદ આપ્યાના પણ 2 ઉદાહરણો જોવા મળ્યા છે, અને એ બન્ને નેતાઓ આ વખતે પણ ધારાસભ્ય બન્યા છે. જોકે, શંકર ચૌધરીની બાબતમાં આગળ શું થશે એ તો પક્ષનું મોવડી મંડળ જ જાણે છે. જોકે, વિરોધીઓએ શંકર ચૌધરીની રાજકીય કારકિર્દી પર શંકા ઉભી કરવાની શરૂ કરી દીધી છે. શંકર ચૌધરીને યુવા વયે સક્રિય રાજકારણમાં નરેન્દ્ર મોદી લાવ્યા હતા. યુવા શંકર ચૌધરી વર્ષ 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે રાધનપુર બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેઓ RSSના નગર કાર્યવાહ હતા. તેના બાદ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદી એ શંકર ચૌધરીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણીમાં હાર બાદ પણ શંકર ચૌધરી ત્યાં જ સક્રિય રહ્યા હતા. ચૂંટણી હાર્યા બાદ તેમને ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી બનાવાયા હતા ર્ષ 2015 માં બનાસ ડેરીના ચેરમેન બન્યા. ચેરમેન બન્યા બાદ ડેરીની આર્થિક સ્થિતિ મજબૂત કરી. પશુપાલકોને મળતા દૂધના નાણાં વધાર્યા, ભાવ ફેર આપીને પશુપાલકોને પણ આર્થિક સમૃદ્ધિ તરફ લઈ ગયા. રાષ્ટ્રીય સ્તરે 6 રાજ્યોમાં બનાસ ડેરી નો વ્યાપ વધાર્યો છે.

Next Story