સુરેન્દ્રનગર : ચુડામાં લાલ મરચાની સીઝનનો પ્રારંભ,કાશ્મીરી, રેશમ પટ્ટો, ડબ્બી, અને ટમેટું મરચીની ભારે માંગ

ચુડા તાલુકામાં લાલ મરચાની ખેતી કરવામાં આવે છે.હાલ ચુડાનું લાલ મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે,ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મરચાનું વેચાણ શરૂ થઈ ગયું છે

New Update
  • ચુડા બન્યું લાલ મરચાનું હબ

  • લાલ મરચાની સીઝનનો પ્રારંભ

  • વિવિધ પ્રકારના મરચાની માંગ

  • આ વર્ષે મરચાનું ઓછું ઉત્પાદન

  • ગૃહિણીઓએ કરી મરચાની ખરીદી  

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં લાલ મરચાની ખેતી કરવામાં આવે છે.હાલ ચુડાનું લાલ મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે,ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મરચાનું વેચાણ શરૂ થઈ ગયું છે.અને ગૃહિણીઓ દ્વારા બારે માસ ભરવા માટે આ મરચાની ખરીદી કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વર્ષોથી મરચાની ખેતી કરવામાં આવે છે.ચુડા તાલુકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં લાલ મરચાની ખેતી કરવામાં આવે છે.આ લાલ મરચું ગૃહિણીઓ બારેમાસ પોતાના ઘરના રસોઈમાં વાપરતી હોય છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુડા ખાતે મરચાનું વેચાણ શરૂ થયું છે.જેમાં કાશ્મીરી,રેશમ પટ્ટો,ડબ્બી મરચુંતીખી મરચી,ટમેટું મરચી જેવા વિવિધ પ્રકારના મરચાની માંગ જોવા મળી રહી છે.

જોકે ગત વર્ષ કરતા આ વર્ષે મરચાની ખેતીમાં ઉત્પાદન ઓછું થવાના કારણે અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી કરવા આવ્યા નથી,હાલ મરચાનો ભાવ વધુ છે,ચુડા ખાતે 250 રૂપિયાથી 800 રૂપિયા કિલો મરચાનું વેચાણ થાય છે.આ મરચું સ્વાસ્થ્ય માટે અને બારેમાસ ભરવા માટે સારી ગુણવત્તાનું હોવાથી ગૃહિણીઓ ચુડાનું મરચું ખરીદવાનું પસંદ કરે છે.

Latest Stories