/connect-gujarat/media/media_files/2025/09/10/jayshree-chaudhary-2025-09-10-12-24-53.jpeg)
ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડો. કુબેર ડિંડોર તથા પ્રો.જિતેન્દ્ર ચૌધરી, ડો.પ્રતિભા ચૌધરી, ડો. નીલ ચૌધરી અને ભૂમિલ અણિયાળયાનાના વરદ હસ્તે પ્રો.ડો.જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રો.ડો.જયશ્રી ચૌધરીને રાજ્યકક્ષાના આદિજાતિમંત્રી કુંવરજી હળપતિએ શુભેચ્છા પાઠવી હતી. નાયબ સચિવ ડો.હર્ષિલ પટેલ, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપસચિવ નિરવ ગામીતે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રો.ડો.જયશ્રી ચૌધરી અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ છે. આ નવલકથાને ઘડવા માટે લેખિકાના સાહિત્યિક ગુરુ ડો.જી.કે.નંદાએ કડક પરીક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું.
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કેળવણી, ધર્મ, સંસ્કાર અને શિક્ષણ માટે સદૈવ સહકાર આપતા રહ્યા છે. તેમણે લેખિકા જયશ્રી ચૌધરીને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું, અગાઉ બે પુસ્તકોને આર્થિક સહયોગ આપ્યો હતો. લેખિકાના માતા સીતાબેન ચૌધરી, જીવનસાથી પ્રો. જીતેન્દ્ર ચૌધરી તથા પુત્રી ડો.પ્રતિભા ચૌધરીના સહયોગથી લેખિકાની સર્જકતા મહોરી છે.
આ નવલકથા પાર્શ્વ પબ્લિકેશન દ્વારા પ્રસ્તુત થઈ છે. તેની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના પ્રખર વિવેચક ડો.ભરત મહેતાએ લખી છે. સમીક્ષક ડો. મીનલ દવેએ ઉમળકાથી 'છિલુગરી' નવલકથાને આવકારી છે. પ્રસિદ્ધ વિવેચકો આ નવલકથાનો અભ્યાસલેખ તૈયાર કરી રહ્યા છે.તેમનું જન્મ સ્થળ નળધરા-ડુંગરી તા. મહુવા જી. સુરત છે,વતન અંધારવાડીદૂર, જિ. તાપી છે.
/connect-gujarat/media/post_attachments/62839286-c62.png)
અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિએટ પ્રોફેસર ડો. જયશ્રી ચૌધરીની 'છિલુગરી' નવલકથા કવાડિયા પર્વતના મુખે કહેવાય છે. ‘ છિલુગરી’ કાલ્પનિક ગામ છે.તે રાષ્ટ્રીય અને ગ્રામ વિકાસમાં યુવાનોની ભૂમિકા અને ફાળો, સ્વદેશી તથા સ્વાવલંબી ગામની કથા આધુનિક ટેક્નિક વડે લખાઈ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓની સહભાગિતાના અલિખિત ઇતિહાસને પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત દેવી આંદોલન અને ગાંધી વિચારથી બદલાતા આદિવાસી વિસ્તારની તાસીર તથા આદિવાસીઓની વિચારધારાને સુપેરે રજૂ કરે છે. આદિવાસી સંસ્કૃતિ, કલા, પરંપરા, મંત્ર-તંત્રની રમતો, દક્ષિણ ગુજરાતની ચૌધરી, ધોડિયા, ગામીત, વસાવા, ડાંગી, કુકણા, હળપતિ, કોટવાડિયા તથા ઉત્તર ગુજરાતની રાઠવી બોલીનો વિનિયોગ અહીં કરવામાં આવ્યો છે. નવલકથાના અંતે સચિત્ર શબ્દકોશ પણ આપવામાં આવ્યો છે, 407 પાનાની આ નવલકથામાં અલભ્ય ચિત્રો દર્શાવવામાં આવ્યા છે.
આ નવલકથા પંચમહાભૂતોની સુરક્ષા તથા જળ, વાયુ, સૌર તથા ગોબર ઊર્જા સંપાદન અને પ્રાકૃતિક ખેતી તથા પર્યાવરણીય સુરક્ષા રજૂ કરતી આદર્શ અને વાસ્તવવાદી નવલકથા 'છિલુગરી' એક અદ્વિતીય કથા પ્રસ્તુત કરે છે. આદિવાસીઓની પરંપરા તથા સાહિત્યનો સુમેળ આ નવલકથામાં છે. આ નવલકથાએ 2019માં પ્રશંસા પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો,ત્યાર પછી લેખિકાએ લગભગ ચાર વર્ષની મહેનત પછી આ નવલકથાને આકારિત કરી છે.