ફાઇનાન્સ કંપનીનું ઉઠમણું..! : પંચમહાલમાં રૂ. 5 હજાર સામે 1 લાખની લોનની લાલચ 100થી વધુ લોકોને ભારે પડી...

પંચમહાલમાંથી બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોન આપવાના બહાને 100થી વધુ લોકો સાથે ઠગાઈ થતાં ચકચાર મચી છે.

New Update
ફાઇનાન્સ કંપનીનું ઉઠમણું..! : પંચમહાલમાં રૂ. 5 હજાર સામે 1 લાખની લોનની લાલચ 100થી વધુ લોકોને ભારે પડી...

પંચમહાલ જિલ્લામાંથી બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોન આપવાના બહાને 100થી વધુ લોકો સાથે ઠગાઈ થતાં ચકચાર મચી છે.

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લા હાલોલ બસ સ્ટેશન પાસે આવેલ કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ કંપનીએ લોન આપવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી આચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં રૂપિયા 1 લાખની લોન સામે લોકો પાસેથી પહેલા 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે, ફાઇનાન્સ કંપનીના સંચાલકો ઓફિસે તાળા મારીને રફુચક્કર થતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. જેમાં પંચમહાલ, વડોદરા સહિત અન્ય જિલ્લાના લોકોએ લોન લેવા માટે 5-5 હજાર રૂપિયા આપ્યા હતા. કેપિટલ ફાઇનાન્સ કંપનીએ ઘણા બધા લોકો પાસેથી રૂપિયા લેતા અંદાજિત 1 કરોડથી વધુ રકમ લઈને છુંમંતર થયા હોવાની શક્યતા વર્તાય રહી છે. સમગ્ર મામલે ભોગ બનનાર રાજેશ પટેલએ જણાવ્યુ હતું કે, કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ કંપનીએ 100થી વધુ લોકો સાથે લોન આપવાના બહાને છેતરપિંડી આચરી છે, ત્યારે હાલ તો ભોગ બનેલા તમામ લોકોએ હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે પોતાના સાથે થયેલ છેતરપિંડી અંગે પોલીસને રજૂઆત કરી હતી.

Latest Stories