પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવા છ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવી છે, માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે,ત્યારે રોપ વે સેવા બંધ રહેતા ભક્તોએ હાલાકીનો સામનો કરવો પડશે.
પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ પાવાગઢ ખાતે વાર તહેવાર પ્રસંગે ભક્તોનું કિડીયારું ઉભરાય છે. માતાજીના દર્શન ભક્તો વિઘ્ન રહિત અને આરામદાયક રીતે કરી શકે તે માટે રોપ વે સેવાની સુવિધા આપવામાં આવી છે,પરંતુ શ્રાવણ મહિનાના પ્રારંભ અને તહેવારોમાં ભક્તોની ભીડ અને તેની સેવામાં કોઈ ઉણપ ન રહે તેવા આશય સાથે ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વેનું મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે,અને આગામી તારીખ 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે,અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ એટલે કે તારીખ 11 મી ઓગસ્ટ થી રોપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે,જે અંગે ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા માહિતી આપવામાં આવી હતી.