સાબરકાંઠા: દાદા-દાદીનાં લગ્નમાં ચોથી પેઢી ડીજેના તાલે ઝૂમી,10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓ મન મૂકીને નાચ્યા

સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા

New Update
સાબરકાંઠા: દાદા-દાદીનાં લગ્નમાં ચોથી પેઢી ડીજેના તાલે ઝૂમી,10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓ મન મૂકીને નાચ્યા

સાબરકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા હતા અને આ લગ્નમાં તેમના 10 દીકરા તેમના 50 પૌત્ર પૌત્રીઓ મન મૂકીને નાચ્યા હતા

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન બે દિવસ પહેલાં યોજાયા હતા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન કરાયાં હતા. તો આ લગ્નમાં દાદા-દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલે ઝૂમી ઉઠી હતી. જેમાં દંપતીના 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓ મન મૂકીને નાચ્યાં અને દાદા-દાદીના લગ્નની મઝા માણવાની ખુશી વ્યક્ત કરી હતી.પૈસાની સગવડ થતાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. આદિવાસી સમાજમાં જો લગ્નની ઉંમર સમયે પૈસાની સગવડ ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી, પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ-પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે. જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે. આ દાદા-દાદી પાસે ચોથી પેઢીએ પૈસાની વ્યવસ્થા થઈ એટલે 70 વર્ષની ઉંમરે તેમના ધામધૂમથી લગ્ન યોજાયા હતા.

Latest Stories