સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામ નજીક ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી મારી જતાં કાર ચાલક સહીત 2 લોકોને ઈજા પહોચી હતી.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પર રસુલપુર ગામ નજીક કાર પલટી મારી જતા કાર ચાલક સહીત 2 લોકોને ઈજાઓ થઇ હતી. જોકે, આજુબાજુમાંથી લોકો દોડી આવી બચાવ કાર્ય કર્યું હતું, અને પ્રાંતિજ પોલીસ અને 108ને જાણ કરી હતી. આ અંગેની વિગતે એવી છે કે, હિંમતનગરથી અમદાવાદ તરફ બુધવારે સવારે GJ-01-WL-0413 નંબરની ક્રેટા કાર જઈ રહી હતી. આ દરમિયાન પ્રાંતિજના રસુલપુર ગામ નજીક નેશનલ હાઈવે 48 પરના ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી મારીને રોડ પર ઉંધી પડી ગઈ હતી. અકસ્માતને લઈને રોડ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા, અને બચાવ કામગીરી હાથ ધરીને કાર ચાલક સહિત સાથીદારને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોને શરીરે ઈજાઓ થઇ હતી. જેને લઈને 108 અને પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે ચાલક સહીત 2 લોકોનો આબાદ બચાવ થયો હતો.