સાબરકાંઠા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી પ્રેરાય 62 વર્ષના ખેડૂત કરે છે પ્રાકૃતિક ખેતી, મેળવ્યુ મબલખ ઉત્પાદન

સાબરકાંઠા  જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.

પ્રાકૃતિક ખેતી

સાબરકાંઠા

New Update
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતની પહેલ
પ્રાંતિજના વૃદ્ધ ખેડૂત કરે છે પ્રાકૃતિક ખેતી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી પ્રેરાય ખેતી શરૂ કરી
મબલખ ઉત્પાદન મેળવે છે
રસાયણ યુક્ત દવાનો નથી કરતા ઉપયોગ

સાબરકાંઠા  જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી  પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.

સાબરકાંઠા  જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના ૬૨ વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.  તેઓ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર તેમણે ભાર મૂક્યો. આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું. બાબુભાઈ જણાવે છે કે, ૬ વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ ઘઉં, ડાંગર,મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાઉ પાક જામફળ, ટેટી  સહિતના પાકોનું રસાયણમુક્ત વાવેતર અને ઉછેર કરે છે. તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત, છત્રીપર્ની અર્ક આપે છે. આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્રપાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે. કુદરતી જંતુનાશક તરીકે તેઓ છાશનો ઉપયોગ કરે છે.
#સાબરકાંઠા #પ્રાકૃતિક ખેતી #પ્રાંતિજ #રસાયણમુક્ત ખેતી
Here are a few more articles:
Read the Next Article