Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: 63 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત પાણીમાં કરશે યોગ, યુવાનો પણ શરમાય જશે !

સાબરકાંઠાના હિંમતનગરના 63 વર્ષિય સાચા યોગ સાધક મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરી નવી પેઢીને યોગ સાધના અંગેનો સંદેશ આપી રહ્યા છે

X

સાબરકાંઠાના હિંમતનગરના 63 વર્ષિય સાચા યોગ સાધક મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરી નવી પેઢીને યોગ સાધના અંગેનો સંદેશ આપી રહ્યા છે

આપણા ઋષિ-મુનિ યોગી હતા જેઓ પાણી પર ચાલી શક્તા અને કલાકો સુધી પાણીની અંદર રહી શક્તા આજે વિશ્વ યોગ દિને આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છે જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા... પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના 63 વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે.તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે સાબરકાંઠા જીલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન મન પ્રફુલિત થાય છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે. ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે

Next Story