સાબરકાંઠા : ધામડી અન્નક્ષેત્રના વૃદ્ધો દ્વારા 7 દિવસીય ભાગવત કથાનું આયોજન, ભવ્ય પોથી યાત્રા નીકળી...

જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામના અન્નક્ષેત્ર આશ્રમમાં વૃંદાવનના કાર્યને આગળ ધપાવવા વડીલો દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.

New Update
સાબરકાંઠા : ધામડી અન્નક્ષેત્રના વૃદ્ધો દ્વારા 7 દિવસીય ભાગવત કથાનું આયોજન, ભવ્ય પોથી યાત્રા નીકળી...

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામના અન્નક્ષેત્ર આશ્રમમાં વૃંદાવનના કાર્યને આગળ ધપાવવા વડીલો દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ દિવસથી 7 દિવસ ગામમાં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠાના વડાલી તાલુકાના ધામડી ખાતે દર રવિવારે વૃંદાવન કાર્યની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે 10 વડીલોથી શરૂ થયેલ અન્નક્ષેત્ર વૃંદાવન કાર્યમાં હવે 700થી વધુ વડીલો આવી રહ્યા છે, જેનો તમામ ખર્ચ વડીલો ઉઠાવી રહ્યા છે. ધામડી ગામમાં અન્નક્ષેત્ર આશ્રમના વડીલોના વૃંદાવન કાર્ય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસથી 7 દિવસ ગામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં આવતું દાન એકત્ર કરી વર્ષોથી ચાલતા અન્નક્ષેત્ર આશ્રમના કાર્યમાં આપવાનું નક્કી કરાયું છે. કથાના પ્રથમ દિવસે પોથી અને કળશ યાત્રા નીકળી હતી. કથાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી આવનાર મોટી સંખ્યામાં તમામ ભક્તો માટે વિશેષ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories