સાબરકાંઠા : ખેતરમાં દાટેલી જીવિત બાળકી મળી આવી, માવતર સામે ગાંભોઈના ગ્રામજનોએ ફિટકાર વરસાવ્યો...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.

New Update
સાબરકાંઠા : ખેતરમાં દાટેલી જીવિત બાળકી મળી આવી, માવતર સામે ગાંભોઈના ગ્રામજનોએ ફિટકાર વરસાવ્યો...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી. જોકે, માસૂમ બાળકીને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામે આવેલા GEB નજીકના એક ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં જ લોકોમાં જેને 'રામ રાખે, તેને કોણ ચાખે' વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાય હતી, અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Advertisment