સાબરકાંઠા : નાદરીમાં અજાણ્યા શખ્સોનું હીનતાભર્યું કૃત્ય, ગાયનું માથું વાઢીને લઇ જતા સનસનાટી મચી,પોલીસે શરૂ કરી તપાસ

સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાદરી ગામમાં રાત્રે દરમિયાન અજાણ્યા લોકોએ ઢોરના વાડામાં બાંધેલી ગાયનું માથું વાઢી નાખ્યું હતું,અને પોતાની સાથે લઇ ગયા હતા.

New Update
  • નાદરીમાં ગાયની ક્રૂરતા પૂર્વક હત્યા

  • અજાણ્યા શખ્સો ગાયનું માથું વાઢીને લઇ ગયા

  • ઘટનાને પગલે અજંપાભરી શાંતિનો મહોલ

  • બનાવને પગલે હિન્દૂ સંગઠનોમાં રોષ

  • પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકીને શરૂ કરી તપાસ  

સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાદરી ગામમાં રાત્રે દરમિયાન અજાણ્યા લોકોએ ઢોરના વાડામાં બાંધેલી ગાયનું માથું વાઢી નાખ્યું હતું,અને પોતાની સાથે લઇ ગયા હતા. જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે અજંપા ભર્યો માહોલ સર્જાય ગયો હતો.અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

સાબરકાંઠાના વડાલીના નાદરી ગામમાં એક પશુપાલકના શેડ માંથી ગાયની ક્રૂર હત્યા અને તેનું માથું ચોરી થવાનો પ્રથમ કિસ્સાએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી છે. એક તરફ રાજ્ય સરકાર વિવિધ આરોપીઓ સામે મૂળભૂત કાર્યવાહી કરી રહી છે. બીજી તરફનાદરી ગામમાંએક પશુપાલકની ગાયની તબેલામાં હત્યા કરવામાં આવી હતીઅને તેનું માથું અજાણ્યા લોકો દ્વારા ચોરી લેવામાં આવ્યું હતુંજેના કારણે પશુપાલકો સહિત સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. હાલમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઘટનાને પગલેવિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વડાલી પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સથી લઈને ડોગ સ્ક્વોડ સુધીની ટીમો તૈનાત કરવામાં આવી છે.ઉપરાંત પોલીસે સ્થાનિક વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોને અફવાઓથી દૂર રાખવા માટે પગલા લીધા છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.