સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામની દિવ્યાંગ દીકરીનું દોડમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સિલેક્સન થયુ છે.જેને જુલાઈ મહિનામાં ગાંધીનગર ખાતે તાલીમ આપવામાં આવશે
સાબરકાંઠાના પોશીના તાલુકાના આંજણી ગામમાં એક ગરીબ પરિવારની દીકરી અંજના બુબડિયા જે દિવ્યાંગ છે. તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સિલેક્સન કરવામાં આવી છે. પોશીનાના આંજણી ગામની દિવ્યાંગ દીકરીના પરિવારમાંથી પાંચ ભાઈ, ચાર બહેનો અને માતા પિતા છે. અંજના જન્મથી દિવ્યાંગ છે. અંજના જે હાલ ઈડર ખાતે કોલેજ કરી રહી છે.પેરાટ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ સાબરકાંઠા દ્વારા 2019 થી 20 અને 2020-21 દરમિયાન સાબરકાંઠાની દિવ્યાંગ દીકરી જે ખેલ મહાકુંભમાં ભાગ લેતી હતી ત્યારે રાજ્ય કક્ષામાં ૩૩ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દરેક જિલ્લાઓમાંથી દિવ્યાંગ દીકરીઓને દોડની ટ્રાયલ લેવામાં આવી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લામાં દિવ્યાંગ અંજનાની પસંદગી થઈ હતી. દિવ્યાંગ દીકરી ગાંધીનગર ખાતે જુલાઈ મહિનામાં જશે.એક વર્ષ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રહેવાની અને જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.