/connect-gujarat/media/post_banners/dca19a2fe748175345000c1a63e13f3764eb0e86891908e65a31efb56e76ac94.webp)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે બે મકાનમા આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી તો મકાન મા રહેલ ધરવખરી સહિત પશુધાસચારો આગમા બળી ને સ્વાહ થઈ ગયો હતો સાબરકાંઠાના પ્રાંતિજના બોભા ખાતે રબારી વાસમા રહેતા જશુ રબારી તથા ઇશ્વર રબારીના બે મકાનોમા બપોરના સમયે અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી તો આજુબાજુમા રહેતા લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચાલુ કર્યો હતો અને પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી પણ ફાયર ફાયટર ના હોય હિંમતનગર ખાતે ફોન કરતા હિંમતનગર ખાતે થી બે ફાયર ફાયટર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચાલુ કર્યો હતો પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનોમા રહેલ બધી જ ધરવખરી સહિત બધોજ પશુ ધાસચારો આગમા સ્વાહા થઈ ગયો હતો તો આગ એટલી ભયંકર હતી કે ત્રીજા મકાનની દિવાલને પણ આગે ભરડામા લીધી હતી