New Update
નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી
સાબરકાંઠા જિલ્લામાં મળી બેઠક
પ્રાંતિજ પોલીસ મથક ખાતે બેઠકનું આયોજન
શાંતિ સમિતિની બેઠક મળી
શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા પોલીસની અપીલ
સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથક ખાતે આગામી નવરાત્રીના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં આવનાર નવલી નવરાત્રીને લઇને પ્રાંતિજ પીએસઆઇ એન.કે.પટેલ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓયોજકો નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રીનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટે ચર્ચા વિચારણા કરી હતી.પોલોસે લોકોને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં નવરાત્રી પૂર્વ ઉજવાય એ માટે અપીલ કરી હતી તો ગરબા આયોજનના સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની માહિતી આપવામાં આવી હતી