-
હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ
-
રાજ્યપાલ દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
-
રાજ્યપાલ સહિતના આગ્રણીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
-
રાજ્યપાલે ગામ લોકો સાથે કર્યો સ્વચ્છતા અંગે સંવાદ
-
દરેક પરિવારને સ્વચ્છતાનો સંકલ્પ કરવા કરી અપીલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યપાલ સહિતના અગ્રણીઓએ ગામના માંડવી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
ત્યારબાદ ગઢોડા પ્રાથમિક શાળાના નં 2 માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતે હાજરી આપીને ગામ લોકો સાથે સ્વચ્છતા અંગે સંવાદ કર્યો હતો.જેમાં રાજ્યપાલે જણાવ્યુ હતુ કે પ્રત્યેક પરિવાર એક સ્વચ્છતાનો સંકલ્પ કરવા માટે અપીલ કરી હતી,તેમજ શુભ દિવસોની ઉજવણી સૌ કોઈએ એક ઝાડ વાવીને કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.