સાબરકાંઠા : વસાઈના પ્રજ્ઞાચક્ષુ યુવકે મેળવી સરકારી નોકરી, ઓડિયો-વીડિઓનો અવાજ સાંભળી આપી હતી પરિક્ષા

સાબરકાંઠા જિલ્લાના ઈડરના વસાઈ ગામના મયુર ચૌધરી ચક્ષુહીન હોવા છતા સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે.

New Update
સાબરકાંઠા : વસાઈના પ્રજ્ઞાચક્ષુ યુવકે મેળવી સરકારી નોકરી, ઓડિયો-વીડિઓનો અવાજ સાંભળી આપી હતી પરિક્ષા

સાબરકાંઠા જિલ્લાના ઈડરના વસાઈ ગામના મયુર ચૌધરી ચક્ષુહીન હોવા છતા સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે. મયુર ચૌધરીએ ઈન્ટરનેટના માધ્યમ થકી ફક્ત ઓડિયો અને વીડિઓનો અવાજ સાંભળીને સરકારી પરીક્ષાની તૈયારી કરીને સફળ થયા છે. હાલ તેઓ પંચમહાલના શહેરા ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સરકારી નોકરીની તૈયારી અનેક લોકો કરતા હોય છે. પરંતુ જો તેઓ સફળ નથી થઈ શકતા, તો તે લોકો નાસીપાસ થઈને પરીક્ષાની તૈયારી છોડીને અન્ય નોકરી કરવા લાગે છે. પરંતુ આપણે આજે એવા વ્યક્તિની વાત કરીશું, જેઓએ તૈયારી કરતા ઉમેદવારો માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વાત છે ઈડરના વસાઈ ગામના મયુર ચૌધરીની જેઓ ચક્ષુહીન છે. જેઓએ યુટ્યુબના માધ્યમથી ઓડિયો અને વીડિઓનો અવાજ સાંભળીને તૈયારી કરી સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સીધી પસંદગી પામી પરીવાર સહિત સમગ્ર વિસ્તાર માટે ગૌરવરૂપ સાબિત થયા છે. દિવ્યાંગ સંતાન પરીવાર માટે પણ પડકાર સામાન્ય રીતે આજના ડિજિટલ યુગમાં આંખની દ્રષ્ટિ અત્યંત જરૂરી છે. જોકે, દિવ્યાંગ બાળકના જન્મ સાથે પરીવાર માટે ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે, ત્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, તેવી યુક્તિ સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામના જગદીશ ચૌધરી થકી સાચી સાબિત થઈ છે. જગદીશભાઈના પુત્ર મયુરભાઈ જન્મથી આંખથી દિવ્યાંગ હોવા છતાં આજની તારીખે સમગ્ર ગુજરાતમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં સીધી પસંદગી પામ્યા છે. જે સમગ્ર વિસ્તાર સહિત પરીવાર માટે ગૌરવરૂપ બાબત બની રહી છે.

કોઈપણ મા-બાપ માટે સર્વ ગુણ સંપન્ન બાળકની અપેક્ષા રાખતાં હોય છે. જોકે, ક્યારેક કુદરતની કરામત કે, સામાન્ય તકલીફના પગલે બાળક દિવ્યાંગ જન્મતું હોય છે. પરંતુ તેની માનસિક ક્ષમતા ખૂબ મોટી બની રહેતી હોય છે, ત્યારે સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામના મયુર જન્મથી દિવ્યાંગ હોવા છતાં માનસિક બુદ્ધિ ક્ષમતા સહિત વિવિધ ડિજિટલ સંસાધનોના પગલે ધોરણ 10 અને 12 પાસ કરી કોલેજના અભ્યાસ બાદ શ્રેષ્ઠતમ પ્રયત્નોના ભાગરૂપે સિનિયર ક્લાર્કની નોકરીમાં પસંદગી પામ્યા છે. 21મી સદી એ ડિજિટલ યુગ છે, ત્યારે જો ડિજિટલ યુગનો માનવ વિકાસ અર્થે ઉપયોગ કરાય તો કેવા પરિણામો મળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠાના મયુર ચૌધરી પૂરું પાડી રહ્યા છે. તેઓ હાલમાં જ પંચમહાલના શહેરા ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે.


Latest Stories