સાબરકાંઠા : કપરા ચઢાણ સાથે ઈડરીયા ગઢ પર પશુ-પક્ષીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા...

ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે.

સાબરકાંઠા : કપરા ચઢાણ સાથે ઈડરીયા ગઢ પર પશુ-પક્ષીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા...
New Update

એક અનોખી સેવા, જે કરવા માટે ચઢવા પડે છે કપરા ચઢાણ, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ધરોહર સમાન ઈડરીયા ગઢ પર ચઢીને છેલ્લા 30 વર્ષથી ઇડર જીવદયા મિત્ર મંડળના જીવદયા પ્રેમીઓ અબોલ પશુ-પક્ષીઓની સેવા કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાનો ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે. અહી દીવસ દરમીયાન 42થી 45 ડિગ્રી કરતાં પણ ગરમીનો પારો ઉંચો હોય છે, ત્યારે કોઈપણ ઋતુ કે જેમાં શિયાળો, ચોમાસુ તેમજ ખાસ કરીને ઉનાળામાં તપતા ડુંગરો પર વસવાટ કરતા પશુ-પક્ષીઓને ઇડર જીવદયા મિત્ર મંડળ દ્વારા દરરોજ વહેલી સવારે ગઢ તળેટીથી લઇ ઈડરિયા ગઢ પર આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં રોટલી, અનાજ, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ઇડર જીવદયા મિત્ર મંડળના સભ્યો ગઢ તળેટીથી મહાકાલેશ્વર વિસ્તાર, કર્ણવનાથ મહાદેવ મંદિર તેમજ ઈડર ગઢ પર દૈનિક સેવા કાર્ય કરતા હોય છે. સેવા કાર્ય કરતા જીવદયા પ્રેમીઓ સાથેના પશુ-પક્ષીઓના અનેરા પ્રેમના દ્રશ્યો જોઇ સૌકોઈને સેવાકાર્ય કરવાની ઇરછાઓ જીવિત થશે તે બાબત નક્કી છે.

જોકે, પશુ-પક્ષીઓ માટે પાણી, ચણ, ગાઠીયા તેમજ રોટલી લઇ જ્યારે પણ જીવદયા ટીમ સ્થળ પર પહોચતી હોય છે, ત્યારે પહેલાથી પશુ-પક્ષીઓ કોઈકની રાહ જોતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ઈડર શહેરમાં ઉનાળાની ઋતુમાં કાળજાળ ગરમીમાં પાણી અને ખોરાક વિના પશુઓ તરસ્યા કે, ભુખ્યા ન રહે તે માટે છેલ્લા 30 વર્ષથી જીવદયા મિત્ર મંડળના સભ્યો અનોખી સેવા કરી રહ્યા છે. વર્ષના 365 દિવસ વહેલી સવારે મંડળના સભ્યો એકત્રિત થઈ પાણીના જગ, ગાઠીયા, ચણ, શાકભાજી, ફળ, બિસ્કીટ અને રોટલી સહિતની સામગ્રી લઈને 700 જેટલા પગથિયા ચઢીને ગઢ પર પ્રયાણ કરતા હોય છે. તો આ જીવદયા મંડળની સેવા જોઈને પણ લોકો મન મુકી અન્નદાન કરી જીવદયા પ્રેમીઓની સેવા કાર્યરત રાખતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓને ચણ, રોટલી, ગાઠીયા તેમજ પાણી પૂરું પાડી જીવદયા મંડળના 50થી વધુ સભ્યો અનોખો આનંદ અનુભવી રહ્યા છે.

#Sabarkantha #CGNews #birds #animals #Gujarat #Jivdaya Mitra Mandal #કપરા ચઢાણ #Idaria Garh
Here are a few more articles:
Read the Next Article