Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રોજગારીના ખોટા આંકડા દર્શાવતી ભાજપ સરકાર સામે AAPની રોજગાર ગેરંટી યાત્રા, 17 કાર્યકરોની અટકાયત...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મોતીપુરા નજીક આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રા સંદર્ભે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મોતીપુરા નજીક આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રા સંદર્ભે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વિરોધ શરૂ થાય તે પહેલા જ AAPના 17 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર-મોતીપુરા ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યાત્રા યોજાવાની હતી. જોકે, હિંમતનગર ખાતે AAPની રોજગાર ગેરંટી યાત્રાની પરવાનગી તેમજ યાત્રા યોજાય તે પહેલા જ 17 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે રાજ્ય સરકાર રોજગારીના ખોટા આંકડા દર્શાવી રહી છે, ત્યારે જરૂર પડશે તો જેલ ભરો આંદોલન કરીને પણ ગુજરાતમાં સાચા આંકડા રજૂ કરવાનો પ્રયાસ કરાશે. અને કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા અટકશે નહીં, તેવું પણ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

Next Story