Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં થયેલ હિંસા મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા…

હિંમતનગરમાં થયેલ હિંસા મામલે ગૃહમંત્રીએ બેઠક યોજી DGP, રેન્જ IG, જિલ્લા SP સહિતના અધિકારીઓની હાજરી 11 આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મંગાયા

X

રામનવમીના દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યની સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી, ત્યારે સાબરકાંઠાના હિમતનગરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાય હતી. જેમાં કોઈ પણ ચમરબંધી ને નહીં છોડવા તેમજ આગામી સમયમાં ગુજરાતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે કરેલા પ્રયાસની વિગતો રજૂ કરવામાં આવી હતી.

DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજયમાં ફરી આવી કોઇ ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. આ સાથે જ કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલ ઘર્ષણ મામલે હિંમતનગર એ' અને બી' ડિવિઝનમાં નોંધાયેલ ગુનાના આરોપીઓ પૈકી 11 આરોપીઓને ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ મામલે 900થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, ત્યારે હાલ તો પોલીસે 40 જેટલા આરોપીઓની અટકાયત કરી છે.

Next Story