સાબરકાંઠા: હિંમતનગરમાં પશુપાલકો તેમજ ખેડૂતો માટે કૃષિ મેળાનો કરાયો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા માટે કૃષિ મેળાની શરૂઆત થઈ છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો તેમજ મુલાકાતઓ ભાગીદાર બન્યા

New Update

સાબરકાંઠાના હિંમતનગરમાં આયોજન

કૃષિ મેળાનું કરવામાં આવ્યું આયોજન

પશુપાલકો તેમજ ખેડૂતો માટે કૃષિમેળો યોજાયો

બે જિલ્લાના ખેડૂતો લઇ રહ્યા છે લાભ

અદ્યતન ટેકનોલોજીના સાધનો કરાયા રજૂ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા સમર્થ કેમ્પસમાં આજથી પશુપાલક તેમજ ખેડૂતો માટે કૃષિ મેળાની શરૂઆત થઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા માટે કૃષિ મેળાની શરૂઆત થઈ છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો તેમજ મુલાકાતઓ ભાગીદાર બન્યા હતા. વિશ્વભરમાં પ્રસિદ્ધ ટપક સિંચાઈની કંપનીઓ દ્વારા પણ અવનવી ટેકનોલોજી રજૂ કરવામાં આવે છે.

જેના પગલે ખેતી તેમજ પશુપાલન માટે આ કૃષિ મેળો મહત્વનો બની રહ્યો છે. જોકે કૃષિ મેળાની મુલાકાત લેનારા પશુપાલકો તેમજ ખેડૂતો કૃષિ મેળામાં રજૂ થયેલી વિવિધ ટેકનોલોજીથી પ્રભાવિત બન્યા છે તેમજ આગામી સમયમાં ખેત ઉત્પાદનથી લઈને પશુપાલન માટે કૃષિ મેળાની મુલાકાત ખૂબ મહત્વની બની રહે તેમ માની રહ્યાં છે.

Latest Stories