Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ચૂંટણીના માહોલ વચ્ચે મુખ્યમંત્રીએ લીધી પ્રાંતિજની ઓચિંતી મુલાકાત, ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ

જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લેતા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લેતા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત ભાજપ કાર્યાલયની મુલાકાતે અચાનક આવી પહોચતા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, ચૂંટણી સમયે જ મુખ્યમંત્રી ફ્લાઇંગ સ્કવોર્ડની જેમ મુલાકાત લેતા લોકો અંચબામાં પડી ગયા હતા. મુખ્યમંત્રીએ પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાનસભાના ઉમેદવાર અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાથે ચૂંટણીલક્ષી વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત તેઓએ ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. ભાજપ કાર્યાલય બહાર ઉમટી પડેલ જાહેર જનતા સાથે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરમાં વાતચીત કરી હતી. જોકે, મુખ્યમંત્રીએ માત્ર અડધો કલાક માટે ભાજપ કાર્યાલયની મુલાકાત લઈને ચૂંટણી સમયે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story