Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં વડાલીના શખ્સનુ નામ ખૂલ્યુ

રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ, સાબરકાંઠાના વડાલીના શખ્સનું નામ બહાર આવ્યું.

X

રાજયવ્યાપી અનાજ કૌભાંડમાં આરોપી તરીકે સાબરકાંઠાના વડાલીના શખ્સનુ નામ ખુલતાં ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જયારે સમગ્ર અનાજ કૌભાંડ પ્રકરણનો પદૉફાશ કરયૉ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા ઈરફાનખાન મેમણ નામના શખ્સ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજયવ્યાપી અનાજ કૌભાંડમાં સંડોવણી મામલે ફરિયાદ નોધાતા સમગ્ર વડાલી પંથકમાં હડકંપ મચી ગયો હતો અને ઈરફાનખાન પઠાણ દુકાન બંધ કરીને રફુચક્કર થઈ ગયો હતો.

ત્યારે આ સમગ્ર મામલે જીલ્લા કલેક્ટરની સૂચના મુજબ વડાલીના ઈન્ચાર્જ મામલતદાર દ્વારા ઈરફાન ખાન મેમણની સસ્તા અનાજની દુકાનની તપાસ કરવા જણાવ્યું હતું પરંતુ સ્થળ તપાસ કરતાં દુકાન બંધ હાલતમાં જોવા મળી હતી ત્યારે સ્થળ ઉપર જ પંચનામું કરવામાં આવ્યું હતું ત્યારે તે દુકાનના કાડૅ ધારકોને સમયસર અનાજ મળી રહે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

Next Story
Share it