વિજયનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન
શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરતો કાર્યક્રમ
પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર રહ્યા વિશેષ ઉપસ્થિત
વીરાંજલી વનમાં વિદ્યાર્થીઓ સાથે વિકાસ સંવાદ યોજાયો
મોટી સંખ્યામાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાત રાજ્યના વિકાસની વણઝાર યથાવત રહી છે, જેના 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારે વિજયનગરના પાલ દઢવાવ ખાતે શહીદ સ્મારક ખાતે શહિદોને પુષ્પાંજલી અર્પણ કરી વીરાંજલિ વનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે વિકાસ સંવાદ સાંધ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2001ની તા. 7મી ઓક્ટોબરના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી“નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ શાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે હવે 2024 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે.
આ પ્રસંગે વિજયનગર આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ-જાદરના વિદ્યાર્થીઓ, મમલતદાર, વન વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.