/connect-gujarat/media/post_banners/f660660db440fa37818adbdf37f326ed63f3ec3ef008915542f736d7c031a469.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ રમત-ગમત સંકુલ ખાતે એથ્લેટિક રમતોત્સવ-2023 યોજાયો હતો. જેમાં હિંમતનગર સહિત આસપાસની 40 શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ રમત-ગમત સંકુલમાં 4 દિવસ સુધી તાલુકા કક્ષાના એથ્લેટિક રમતોત્સવ-2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તાલુકાની 40થી વધુ શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સવારથી જ વિવિધ એથ્લેટીક્સ રમતોમાં વિવિધ ઇવેન્ટો યોજાયા હતા. જેમાં અન્ડર 14, 17, અને 19માં 100 જેટલા સ્પર્ધકોએ દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ, ગોળા ફેક, ચક્ર ફેક, બરછી ફેક સહિતની વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.