સાબરકાંઠા : તસ્કરો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ થઈ જાઓ સાવધાન..! જિલ્લામાં લાગશે 328 CCTV કેમેરા

વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ એટલે બીજા ચરણમાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

New Update
સાબરકાંઠા : તસ્કરો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ થઈ જાઓ સાવધાન..! જિલ્લામાં લાગશે 328 CCTV કેમેરા

સાબરકાંઠા જિલ્લામાં વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ એટલે બીજા ચરણમાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ જેમાં ત્રણ તાલુકામાં 328 સીસીટીવી કેમેરા મંજુર કરાયા છે.

રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ ફેઝ ટુ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકામાં સીસીટીવી કેમેરા બેસાડવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં હિંમતનગરમાં 143, ઇડરમાં 114 અને ખેડબ્રહ્મામાં 81 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જોકે, અગાઉ વિશ્વાસ પ્રોજેકટ ફેઝ વન દ્વારા 149 સીસીટીવી હિંમતનગર શહેરમાં લાગવવમાં આવ્યા હતા. ત્યારબાદ શહેરનો વિકાસ થતા 143 કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, સીસીટીવી કેમેરાની સૌથી મહત્વનો ભાગ ગુન્હાઓ ડિટેકશન કરવા જેવા કે ચોરી, લૂંટ, ગુમ થયેલા વ્યક્તિ અને ટ્રાફિક સહિત અન્ય ગુન્હાઓમાં પોલીસને મદદ મળી રહે છે, ત્યારે હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે નેત્રમ પ્રોજેકટ દ્વારા આ CCTVનું સંચાલન કરવામાં આવશે.