Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ઇડરના ભાજપના MLA રમણલાલ વોરાએ ૩૪ દિવસ મતવિસ્તારનો પ્રવાસ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામો બાદ ધારાસભ્યો તેઓના મત ક્ષેત્રમાં પ્રવાસ કરી આભાર વ્યક્ત કરતા હોય છે

X

સાબરકાંઠાના ઇડર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ ચૂંટણી બાદ ૩૪ દિવસ મતવિસ્તારનો પ્રવાસ કરી વિકાસના અધૂરા કામો અને નવીન કામો માટે સ્થાનિકો સાથે વાર્તાલાપ કરી ઝડપી કામો પૂર્ણ કરવા ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામો બાદ ધારાસભ્યો તેઓના મત ક્ષેત્રમાં પ્રવાસ કરી આભાર વ્યક્ત કરતા હોય છે પરંતુ ઇડર વિધાસભાના ધારાસભ્ય રમણલાલ વોરા ચૂંટણી બાદ ૩૪ દિવસમાં ઇડર અને વડાલી તાલુકાના ગામોનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ લાવવાની શરૂઆત કરી છે રમણલાલ વોરાએ ઇડર અને વડાલી તાલુકાના ૧૫૨ ગ્રામ પંચાયતના ૨૬૭ ગામોની મુલાકાત લીધી હતી જોકે બંને તાલુકાના ૩૪૩ બુથ પૈકીના ૩૩૮ બુથના લોકો સાથે સીધોજ સંવાદ કર્યો હતો સંવાદમાં બંને તાલુકાના ૨૮૦૦૦ લોકો સહભાગી થયા હતા જેમાં ૧૫૯૧ જેટલા વિકાસના કામોની માગ સામે આવી હતી જે તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટેની બાહેધરી આપવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો જે તે વિસ્તારના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો અને તલાટી કમ મંત્રી પણ દરેક ગામોમાં હાજર રાખવામાં આવ્યા હતા જેથી ગામમાં કઇ યોજના થકી કેટલા રૂપિયા ગામના વિકાસ માટે મળ્યા અને કેટલા લાભાર્થીઓને યોજનોનો લાભ મળ્યો એની વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો

Next Story