સાબરકાંઠા: વિજયનગરના દ્રઢવાવમાં આગ બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ,પરિવારજનોનો આબાદ બચાવ

બ્લાસ્ટ થતા ઘરમાં મુકેલી તિજોરી ઉપરાંત ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી. તો આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો

New Update
સાબરકાંઠા: વિજયનગરના દ્રઢવાવમાં આગ બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ,પરિવારજનોનો આબાદ બચાવ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દ્રઢવાવમાં આગ બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના દ્રઢવાવમાં સોમવારે મોડી સાંજે ઘરમાં રસોઈ બનાવતા સમયે આગ લાગતા બાળકી બહાર નીકળી ગઈ હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થતા ઘરમાં નુકસાન થવા પામ્યું હતું. ગ્રામજનોએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

જોકે આગને લઈને ઘરમાં મસ મોટું નુકસાન થવા પામ્યું હતું અને ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું.બ્લાસ્ટના અવાજને લઈને આજુબાજુના લોકોને ગ્રામજનો ઘર નજીક આવી ગયા હતા અને પાણી વડે છંટકાવ કરી આગ બુજાવાની કામગીરી હાથ ધરી હતી.લગભગ કલાકમાં ગ્રામજનોએ આગ બુજાવી હતી. બીજી તરફ બ્લાસ્ટ થતા ઘરમાં મુકેલી તિજોરી ઉપરાંત ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી. તો આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો હતો. આગ લાગ્યા બાદ ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં મોટું નુકસાન થયું હતું. 

Latest Stories