Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ખેડબ્રહ્માના ચીખલા ગામે નળ સે જળ યોજના માત્ર કાગળ પર? આજે પણ મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર

ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ તો સરકારની નલ સે જલ યોજનાનો નથી મળી રહ્યો લાભ... હાલ તો નળ જ જોઈ રહ્યા છે

X

ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ તો સરકારની નલ સે જલ યોજનાનો નથી મળી રહ્યો લાભ... હાલ તો નળ જ જોઈ રહ્યા છે પાણીની રાહ તો બે વર્ષથી લોકો બેડા લઈને ભરી રહ્યા છે પાણી જોઈએ એક દિવસીય નલ સે જલ યોજના...

સાબરકાંઠા જિલ્લાના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અહિ સરકાર દ્રારા લગાવેલા નળ તો છે પરંતુ નળમાં પાણી નથી આમ તો આ ગામમાં પહેલા પીવાની વિકટ સમસ્યા હતી અને જેના કારણે અહિ નળ લગાવવામાં આવ્યા પરંતુ માત્રને માત્ર એક જ દિવસ પાણી આવ્યુ એટલે કે એક ડોલ ભરાય એટલુ અને નળમાંથી જળ ગાયબ.વાત છે એક દિવસીય નલ સે જલ યોજના જી હા...આ ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં આવેલુ ચીખલા ગામ છે.અહિ બે વર્ષ પહેલા શરૂ કરાયેલ નલ સે જલ યોજનાને લઈ માત્ર એક દિવસ માટે પાણી શરૂ કરાયુ હતુ એ પણ ટેન્કર દ્રારા નાખીને પછી તો લોકોના નળ સાથેના ફોટા પડાયા અને જેવા ફોટો પાડીને અધિકારીઓ નિકળ્યા કે તરત જ નળમાંથી જળ જ ગાયબ થઈ ગયુ...

આમ તો આ ગામમાં ૨૮૦૦ થી ૩૦૦૦ હજારની વસ્તી ધરાવતુ ગામ છે તો એ સાથે ગામમાં અબોલ પશુઓ, અને ઢોર ઢાંખર માટે પુરતુ પાણી મળતુ નથી જેથી ગામ લોકો ગામથી દુર આવેલ ખેતરના બોરમાંથી પાણી ભરીને લાવે છે અને હાલ તો પરિસ્થિતિ એવી થઈ છે કે પોતાના માટે અને પશુઓ માટે પીવાનુ પાણી લાવે તો કપડા ક્યાથી ધોવા આ ઉપરાંત અહિના લોકો ન્હાવા માટે પાણી લાવે તો પશુઓ તરસ્યા રહે એટલે સ્થાનિકોએ નહાયા વગર પશુઓને પાણી પીવડાવી રહ્યા છે તો અહિના એક સ્થાનિક મહિલા છે કે જેઓ ખેતી બંધ કરીને લોકોને પીવાનુ પાણી પોતાના બોરમાંથી આપી રહ્યા છે.એ પણ ખેતીમાં નુકસાન કરીને અબોલ પશુઓ અને માણસોની સેવા કરી રહ્યા છે સામે પીવાના પાણીની યોજના ફેઈલ થઈ ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. તંત્રના પાપે હાલ તો ધમધોકતા તાપમાં મહિલાઓ સહિત બાળકીઓ પાણી ભરવા લાઈનો લગાવી રહી છે અને એક જ માંગ ઉઠી છે કે નળમાં પાણી ક્યારે આવશે.

Next Story