આગામી તા. 22 જાન્યુયારીએ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરની અનેક સોસાયટીઓમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગણેશ વિલા સોસાયટીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સોસાયટીના ભાઈ-બહેનોએ સાફ સફાઈ કરી કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝૂંબેશ હાથ ધરી હતી, જ્યારે રામલાલાના પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે ગણેશ વીલા સોસાયટીના લોકો સહભાગી બની સમગ્ર સોસાયટીમાં રસ્તા સાફ કરવામાં આવ્યા હતા. તા. 22 જાન્યુઆરીના રોજ જ્યારે પ્રાણપ્રતિષ્ઠાને લઈને સોસાયટીના લોકો સોસાયટી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરી છે, અને તે દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીને સંયુક્ત મળીને દીપ પ્રાગટ્ય કરી દિવાળી જેવો માહોલ કરી અને ગણેશ વિલાસ સોસાયટીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ સમગ્ર ભારતભરમાં તા. 22 જાન્યુયારીએ દિવાળી જેવો માહોલ જોવા મળશે.