સાબરકાંઠા: કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારત જોડો પદયાત્રામાં આપી હાજરી,મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સાબરકાંઠા જિલ્લામાં આયોજિત ભારત જોડો પદયાત્રામાં હાજર રહ્યા હતા

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાઉન હોલ ખાતે ભારત જોડો પદયાત્રામાં યોજી બાદ સભા સંબોદતા પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલકી ના નાદ સાથે સભાનું સંબોદન કર્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને એક વર્ષ પૂર્ણ થયું છે. ૭ સપ્ટેમ્બરના રોજ કન્યા કુમારીથી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં ભારત જોડો યાત્રા નિકાળવાનું નક્કી થયું હતું ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ભારત જોડો પદયાત્રા યોજવામાં આવી હતી.આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા સાથે જ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી મોતીપુરથી આંબેડકર સર્કલ સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી અને આંબેડકર સર્કલ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કર્યા બાદ ટાઉનહોલ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી.

Latest Stories