Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરીની આગેવાનીમાં મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું

તલોદ ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું, વિરોધ પહેલા જ કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

X

દેશમાં રોજબરોજ વધતી જતી મોંઘવારી સામે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરી તેમજ ગુજરાત પ્રભારી ઇન્ચાર્જની હાજરીમાં રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, રેલી નીકળે તે પહેલાં જ તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ સેક્રેટરી તેમજ ગુજરાત પ્રભારી ઇન્ચાર્જ જિતેન્દ્ર બઘેલની આગેવાનીમાં મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમ્યાન આમ આદમી પાર્ટીને ભાજપની બી' ટીમ જણાવી, કોરોના કાળમાં નિષ્ફળ નીવડેલી સરકાર સામે પણ આક્ષેપ કર્યા હતા. વર્ષ 2022ની ચૂંટણી પહેલા સાબરકાંઠાથી જાણે કે, કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોય, તે પ્રકારે કેન્દ્રીય કોંગ્રેસ કમિટીના સેક્રેટરીની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય અને કેન્દ્રની સરકારને આડે હાથે લેતા જીતેન્દ્ર બધેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ ભાજપની પાર્ટી છે. સાથોસાથ કોરોના મહામારી દરમ્યાન મોટાભાગના લોકોને ઘણું નુકશાન ભોગવવાનો વારો છે. તો સાથે જ હાલની મોંઘવારીના પગલે સ્થાનિક જનતા પારાવાર પીડા સહન કરી રહી છે. જેના પગલે સ્થાનિકોમાં રોષનો માહોલ છે. કોંગ્રેસ આ મામલે મોંઘવારી પર જ્યાં સુધી કાબૂ ન આવે, ત્યાં સુધી ભાજપ સામે લડત આપતી રહેશે તેમ જીતેન્દ્ર બધેલે જણાવ્યુ હતું. જોકે, વિરોધ પ્રદર્શન રેલી નીકળે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

Next Story