સાબરકાંઠા: પોલીસ બંદોબસ્ત સાથે નાસિકથી સિરોહી લઈ જવાતા 124 ઊંટનો કાફલો ઇડર પહોંચ્યો

નાસિકથી રાજસ્થાનના શિરોહી નીકળેલ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યા હતા. ઊંટની આગળ પાછળ સુરક્ષામાં ઈડર પોલીસની વાન જોતરાઈ હતી

New Update
સાબરકાંઠા: પોલીસ બંદોબસ્ત સાથે નાસિકથી સિરોહી લઈ જવાતા 124 ઊંટનો કાફલો ઇડર પહોંચ્યો

નાસિકથી રાજસ્થાનના શિરોહી નીકળેલ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યા હતા. ઊંટની આગળ પાછળ સુરક્ષામાં ઈડર પોલીસની વાન જોતરાઈ હતી અને ૧૨૪ ઊંટ સુરક્ષિત રાજસ્થાનના શિરોહી પહોંચે તેને લઇ પોલીસ સુરક્ષા આપી રહી છે.

રાજસ્થાનના સિરોહીથી નાસિક કતલખાને લઈ જવાતા 124 ઊંટને બચાવી નાસિક પોલીસ સુરક્ષા સાથે તમામ ઊંટને પરત શિરોહી લઈ જઈ જવા નીકળી હતી. જે કાફલો ઇડર પહોંચતા પોલીસની ટીમ સુરક્ષામાં જોડાઇ હતી. મળતી વિગત મુજબ થોડા દિવસ અગાઉ રાજસ્થાન સિરોહીના કેટલાક શખ્સો 124 ઊંટને નાસિક કતલખાને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન નાસિક પોલીસે ઊંટ અને કતલખાને લઈ જનારા શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ નાસિક પોલીસનો કાફલો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા સાથે 124 ઊંટને નાસિક થી સિરોહી પરત લઇ જવા નીકળ્યો હતો જે ગુરૂવારે ઈડર ખાતે આવી પહોંચ્યો હતો. ત્યારે ઇડર પોલીસની વાન કાફલામાં જોડાઈ હતી. મુડેટી ગામે પહોંચતાં રબારી પરિવારે નાસિકથી નીકળેલા પોલીસકર્મીઓ તથા માલધારીઓને ભોજન પૂરું પાડ્યું હતું.

Latest Stories