સાબરકાંઠા: ઇડરમાં સાબરમતી નદી કિનારેથી ત્યજી દીધેલ મૃત બાળક મળી આવ્યું, પોલીસે શરૂ કરી તપાસ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે દસ વાગ્યા ની આસ પાસ સ્થાનિક લોકોને નદીના પાણીમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું

New Update
સાબરકાંઠા: ઇડરમાં સાબરમતી નદી કિનારેથી ત્યજી દીધેલ મૃત બાળક મળી આવ્યું, પોલીસે શરૂ કરી તપાસ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે દસ વાગ્યા ની આસ પાસ સ્થાનિક લોકોને નદીના પાણીમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું .જે અંગે જાદર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ઈડર તાલુકાના માઢવા ગામ પાસે સાબરમતી નદી પસાર થાય છે. જ્યાં માઢવા ચેકડેમ બની રહ્યો છે. ચેકડેમ નજીક નદીના પાણીમાં એક બાળક તરતું હોવાની વાત પ્રસરતા આજુબાજુના અને ગામના લોકો નદી કિનારે આવી પહોંચ્યા હતા.સ્થાનિકોએ આ અંગે સ્થાનિકોએ જાદર પોલીસને જાણ કરી હતી જેથી જાદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.બી. શાહ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી આજુબાજુના લોકોની પૂછપરછ કરી નિવેદન લીધા હતા. ત્યારબાદ ત્યજી દીધેલ મૃત નવજાત બાળકના પાણીમાં તરતો મૃતદેહને બહાર કાઢી દાવડ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી મૃતદેહને પેનલ પી.એમ.અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories