Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વિજયનગરના સારોલી ગામે DG પોતાના પત્ની સાથે ASIના ઘરે પહોંચ્યા,જુઓ શું છે કારણ

સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે DG પોતાના પત્ની સાથે ASIના ઘરે પહોંચ્યા હતા અને રૂપિયા 51 હજારનું દાન કરવામાં આવ્યું હતું

X

સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે DG પોતાના પત્ની સાથે ASIના ઘરે પહોંચ્યા હતા અને રૂપિયા 51 હજારનું દાન કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સારોલી ગામે ASIના ઘરે આજે DG અને તેમના પત્ની સાથે પહોંચીને શ્રધ્ધાંજલી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. પોલીસ વેલ્ફેરમાંથી રૂ 2 લાખનો ચેક અને સાબરકાંઠા પોલીસ દ્વારા રૂ 51 હજાર રોકડા આપ્યા હતા. DGP વિકાસ સહાય મૃતક ASIના ઘરે પહોંચ્યા, બુટલેગરે ટક્કર મારતા જીવ ગુમાવ્યો હતોઅમદાવાદના કણભા વિસ્તારમાં બુટલેગરની ગાડીનો પીછો કરવા દરમિયાન પોલીસના વાહનને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. બુટલેગરોએ ઈરાદાપૂર્વક સર્જેલા આ અક્સ્માતમાં ASI બળદેવ નિનામાએ જીવ ગુમાવ્યો હતો. મૃતક ASIના ઘરે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરિવારજનોને મળવા માટે રુબરુ પહોંચ્યા હતા.તાજેતરમાં અમદાવાદના કણભા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરે પોલીસની ગાડી પર હુમલો કરીને વાહનને ટક્કર મારી હતી. જેને લઈ આ અકસ્માતમાં એક ASI ગંભીર રીતે ઘાયલ થતા જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ ASI બળદેવ નિનામાને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી હતી.રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ મૃતક ASI બળદેવ નિનામાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ સારોલી ગામે મૃતક ASIના ઘરે વિકાસ સહાય અને એસપી વિજય પટેલ પહોંચ્યા હતા. ડીજીપીએ પોલીસ કર્મીના બાહોશી ભર્યા સાહસ સાથેની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. જોકે પોલીસ જીવ ગુમાવવાને લઈ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

Next Story